બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં હુમલો, ગાડીમાં તોડફોડ

સાબલપુર જી.આઇ.ડી.સી.-૧ ના ગેઈટ પાસેની ઘટનામાં ઇકો કાર ચાલક સહિત ત્રણ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના સાબલપુર જી.આઇ.ડી.સી.-૧ ના ગેઈટ પાસે ઇકો કાર ફોરવ્હીલને અડી જવા જેવી સામાન્ય બાબતે બઘડાટી બોલી ગઈ હતી.જેમાં ઇકો કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ કારમાં તોડફોડ કરી કાર ચાલક અને તેના સાળા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશભાઇ નાનજીભાઇ મોલીયા (ઉવ.૪૩ ધંધો વેપાર રહે રાજકોટ કોટેચારોડ ભવનાથ પાર્ક -૨ શેરી નંબર-૧૧ હરીધવા રોડ) એ આરોપી GJ-10-BR-8346 નંબરની ઇકો કારનો ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૧૧ ના રોજ આશરે બપોરના બારેક વાગ્યાના અરશામાં સાબલપુર જી.આઇ.ડી.સી.-૧ ના ગેઈટ પાસે ફરીયાદીની ફોર વ્હીલની બાજુમા એક ઇક્કો ફોર વ્હીલના ચાલકે તેનુ ફોર વ્હીલ એકદમથી ફરીયાદીની ફોર વ્હીલ તરફ ટન વાળતા ફરીયાદીની ફોરવ્હીલ સાથે આ ઇક્કો ફોર વ્હીલ અડી ગયું હતું.

આ બાબતે ફરીયાદી તથા આરોપી વચ્ચે બોલાચાલી થતા આ આરોપીએ ફરીને જાનથી મારી નાખીશુ એમ કહેલ અને ફરીયાદી તથા તેમના સાળા બન્નેને ગાળો બોલવા લાગેલ તેમજ ફરીયાદીને ડાબા હાથમા છરી લગાડી હતી અને માથામા ડીસમીશ વડે ઇજા કરી આરોપી સાથેના એક ગુલાબી શર્ટ પહેરેલ વ્યકતીએ ફરીના સાળા મહેશભાઇને ઢીકા-પાટુનો માર મારી ફરીની ફોરવ્હીલ ન.GJ-03-DG-7541 વાળી ગાડીમા તોડફોડ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.