માંગરોળમાં ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં યુવાનને કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતની સોડ તાણી લીધી હતી. આ બનાવની માંગરોળ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જગદીશભાઇ કાનાભાઇ ગોહેલ (ઉ.વ. ૩૬ રહે. શાપુર દરવાજા વણકરવાસ માંગરોળ) નામના યુવાને ગઈકાલે કોઇ કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.