મજેવડી દરવાજા નજીક વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ બી.ડીવીજન પોલીસે ગઈકાલે મજેવડી દરવાજા પાસે ખામધ્રોળ રોડ ઉપર આવેલ સખી દાતાર પાનની દુકાન આગળ જાહેરમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની નાની-નાની બોટલો (ચપટા) RML ROYAL CLASSIC WHISKY લખેલ ૧૮૦ એમ.એલ.ની કંપની શીલપેક બોટલ નંગ-૯ જેની કિ રૂ।.૯૦૦ ના મુદામાલ સાથે આરોપી હનીફભાઇ ઇસ્માઇલભાઇ નારેજા (ઉ.વ.૫૮ રહે.ભારત મીલના ઢોરા ઉપર માસુમશા પીરની દરગાહ પાસે મજેવડી દરવાજા બહાર જુનાગઢ) ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.