જૂનાગઢ જિલ્લામાં કોરોનામા રાહત ! નવા 26 કેસ : 58 દર્દી સાજા થયા

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગે રાહત અનુભવી : 5580 નાગરિકોનું રસીકરણ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે 44 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ આજે સડસડાટ કોરોનાગ્રાફ નીચે ઉતરી ગયો હોય તેમ આજે નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં 23 કેસ નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ આજરોજ જિલ્લામાં કુલ 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં 23, જૂનાગઢ ગ્રામ્યમાં એક, કેશોદમાં એક અને માળીયા હાટીનામાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

વધુમાં જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ પણ વધ્યો હોય તેમ આજે એક સાથે 58 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને 47 સંજીવની રથ દ્વારા 5158 લોકોને સારવાર આપવામાં આવી હતી ઉપરાંત આજના દિવસમાં કુલ 5580 લોકોને કોરોના વેકસીનેશન કરી સુરક્ષિત કરાયા હતા.