છોકરા વચ્ચેની તકરારમાં ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધાને લાકડી ફટકારી

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે છોકરા વચ્ચેની તકરારમાં ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધાને બે છોકરાએ લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધાએ બે છોકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મંગુબેન કરશનભાઇ મકવાણા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધાએ ડુંગરપુર ગામના ફકિરના બે છોકરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેના પતિ પોતાના ઘરની બહાર અવાજ થતો હોય જેથી બંન્ને ઘરની બહાર નિકળેલ ત્યારે ડુંગરપુર ગામના ફકિરના બે છોકરાઓ ફરિયાદીના ઘરની અંદર પ્રવેશ કરી ફરીયાદી તથા તેના પતિને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલા જેથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા એક ભાઇએ ફરીયાદીને માથામાં લાકડી મારી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.