વિસાવદરના રાજપરામાં મેકડોવેલ દારૂની 18 બોટલ ઝડપાઇ

જૂનાગઢ : વિસાવદરના રાજપરા ગામની સીમમા સતાધારમાં પોલીસે દરોડો પાડી ભારતિય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ નં.૧ સુપીરીયર વ્સ્કીહી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૮, કિ.રૂ.૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.જયારે રેઇડ દરમિયાન રાજુભાઇ ભનુભાઇ સાવલીયા રહે.રાજપરા, તા.વિસાવદરવાળો હાજર નહી મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.