રમતા રમતા પાણીની કુંડીમા પડી જતા માસૂમ બાળકીનું મોત

બીલખાના મેવાસામાં વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના બીલખાના મેવાસામાં વાડી વિસ્તારમાં રમતા રમતા પાણીની કુંડીમા પડી જતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.

આ કરુણ બનાવની બીલખા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બીલખાના મેવાસા (કમરીબાઇ) વિસ્તારમા આવેલ રાકેશભાઇ દલપતભાઇ ગોરશીયાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા ફકીરભાઇ ધનસીંગભાઇ મેડાની દોઢ વર્ષની પુત્રી પ્રિયંકાબેન ફકીરભાઇ મેડાનું વાડીએ રમતા રમતા પાણીની કુંડીમા પડી જતા પાણીમા ડુબી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.