જુનાગઢ બસ સ્ટેશનના પાર્કિંગમાથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

જૂનાગઢ : જુનાગઢ બસ સ્ટેશનના પાર્કિંગમાથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના બસ સ્ટેશનના પાર્કીંગમાં ગેસ્ટ હાઉસની દીવાલ પાસે ગઈકાલે અજાણ્યો પુરુષ આશરે ઉ.વ.૪૦નું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. આ બનાવની આસીસન્ટ ટ્રાફીક ઇન્સપેક્ટર પ્રવિણભાઇ હરિભાઇ કાળાએ જાણ કરતા પોલીસે દોડી જઇ લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.