કેશોદના કેવદ્રા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

જૂનાગઢ : કેશોદ તાલુકાના કેવદ્રા ગામે પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા ૫૩૬૦ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ પોલીસે તાલુકાના કેવદ્રા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમી રહેલા રામજીભાઇ ઉર્ફે પોપટભાઇ ખીમાભાઇ ચુડાસમા, વેજાભાઇ નારણભાઇ ચુડાસમા, રાજેન્દ્ર ઉર્ફે રાજન જીવાભાઇ કામળીયા, હીતેષ ઉર્ફે બાબરો ભીખુભાઇ ચૌહાણ અને દેવાભાઇ ગોવીંદભાઇ માવદીયાને રોકડા રૂપિયા ૫૩૬૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.