દોલતપરા પોલીસની નજરથી બચવા પ્લાસ્ટિકની બોટલમાં દારૂ ભરીને નીકળેલો યુવાન ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરામાં પોલીસની નજરથી બચવા પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 150 મિલી લીટર જેટલો દારૂ ભરીને નીકળેલા અંશુમાન જીતેન્દ્રભાઇ પંડયા ઉ.વ.૨૧ રહે. દાસારામ સોસાયટી વાળા શખ્સને પોલીસે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.