મજેવડી ગામે સ્વીફ્ટ કારમાં દારૂ પીધેલા ત્રણ ઝડપાયા

પોલીસે દારૂની બોટલ સહિત દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના મજેવડી ગામેથી તાલુકા પોલીસે દારૂ પીધેલી હાલતમાં ત્રણ શખ્સોને સ્વીફ્ટ કાર સાથે ઝડપી લઈ દારૂની બોટલ અને કાર સહિત દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામે ધોરાજી દરવાજા નજીકથી સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા (૧) ભાવિનભાઇ ભાણજીભાઇ ડાભી ઉ.વ.૨૫ રહે.ચિચોડ ગામ તા.ધોરાજી જી-રાજકોટ
(૨) અજીતભાઇ ઉર્ફે રણવીરભાઇ પ્રવિણભાઇ પરમાર ઉ.વ-૨૪ રહે.સુખપુર ગામ તા.જી.જુનાગઢ અને (૩) યાજ્ઞીકભાઇ મંગાભાઇ રાતડીયા ઉ.વ.૨૭ રહે.પરબડી ગામ તા.ધોરાજી જી.રાજકોટ વાળા મેકડોવેલ નંબર વન દારૂની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 400 સાથે નશો કરેલી હાલતમાં મળી આવતા જૂનાગઢ તાલુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 1,50,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.