આ બાજુ કુદરતી હાજતે આવવું નહિ કહી વૃદ્ધને પાઇપ અને લાકડી ફટકારી

વીસાવદરના ઘોડાસણ ગામેં વાડી વિસ્તારમાં થયેલી મારામારીમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના ઘોડાસણ ગામેં વાડી વિસ્તારમાં આ બાજુ કુદરતી હાજતે આવવું નહિ તેમ કહી એક પરિવારના ચાર વ્યક્તિઓ વૃદ્ધ ઉપર પાઇપ અને લાકડીથી તૂટી પડ્યા હતા અને યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ચાર શખ્સો સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની વિગતો મુજબ ફરિયાદી કડવાભાઇ રાજાભાઇ ડાબસરા (ઉ.વ.૬૦ રહે. ઘોડાસર ગામ આંબલપાળુ વાડીવિસ્તાર, વિસાવદર) એ આરોપીઓ કરશનભાઇ ભીખાભાઇ વાઢેર, માલદેભાઇ કરશનભાઇ વાઢેર, શાંતીબેન કરશનભાઇ વાઢેર, રખુબેન કરશનભાઇ વાઢેર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઘોડાસણ ગામ વાડી વિસ્તાર ફરિયાદીના ખેતરે આવેલ ઝુંપડી પાસે રસ્તા ઉપર ફરિયાદી દિકરા ભુપતભાઇ કુદરતી હાજતે જવા વોકળા તરફ જાહેર જગ્યા બાજુ જતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, એક આરોપીના પત્ની તેમજ દીકરી વિગેરે બૈરાઓ પણ તે તરફ કુદરતી હાજતે જતા હોવાથી ફરીયાદીના દિકરા ભુપતને આરોપીઓએ કુદરતી હાજતે જવા તે બાજુ નહી જવાનુ કહેતા ફરીયાદી તેઓને ના શુ કામ પાડો છો તેમ કહેતા ઉશ્કરાયેલા આરોપીઓએ લોખંડના પાઇપો તથા લાકડીઓ વતી બંન્ને પગમા ઇજાઓ કરી ડાબા પગમા ફ્રેકચર તેવી ગંભીર ઇજાઓ કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા વિસાવદરપો.સ્ટે.ઓ.નાપી.એમ.સાવલીયા વધુ તપાસ ચાલવી રહ્યા છે.