જુનાગઢમા મહિલાઓ માટે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો

જૈન જાગૃતિ લેડીઝ વિંગ તથા જેસીઆઈ મહિલા વિંગ દ્વારા આયોજન કરાયું

જૂનાગઢ : જૂનાગઢ જૈન જાગૃતિ લેડીઝ વિંગ તથા જેસીઆઈ મહિલા વિંગ દ્વારા બહેનો માટે વિમામૂલ્યે ફિઝીયોથેરાપીનું નિદાન કેમ્પ સહજાનંદ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.

જૂનાગઢમાં આજે રવિવારના રોજ નેહરુ પાર્ક સોસાયટીમાં આવેલ સહજાનંદ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે જૈન જાગૃતિ લેડીઝ વિંગ તથા જેસીઆઈ મહિલા વિંગ દ્વારા ફિઝિયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં ખાસ કરીને બહેનોને સાંધાના તથા સ્નાયુનો દુખાવો વધી રહ્યો છે ત્યારે જેસીઆઈ મહિલા વીંગ તથા જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટર ભૂમિ ભટ્ટ દ્વારા દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી સાથોસાથ કોરોના અંગે જાગૃતિ લાવવા પણ માહિતી આપવામાં આવી હતી.