વંથલી નજીક એસટી બસ અને એસટી વોલ્વો વચ્ચે અકસ્માત

એસટી વોલ્વો ચાલકે બસના ઠાઠામાં બસ ઘુસાડી દીધી

જૂનાગઢ : વંથલી જુનાગઢ હાઈવે રોડ ઉપર એસટી બસ અને એસટીની વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાતા એસટી ચાલકે વોલ્વો બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વંથલી જુનાગઢ હાઈવે રોડ ઉપર વોલ્વો એસ.ટી.બસ રજી.નં. જી જે 07 વાય ઝેડ 7524 ના ચાલકે આગળ જતી એસટી બસ નંબર GJ-18-Z-1860ના પાછળ ઠાઠામાં ભટકાળતા વેરાવળ રહેતા બસ ચાલક રાજેશભાઈ લખમણભાઈ મોરીએ વોલ્વો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, એમ.વી.એકટ ક. ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.