જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 40 કેસ

શહેરી વિસ્તારમાં 36 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં બે અને કેશોદમાં બે પોઝિટિવ કેસ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે 40 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 36 શહેરી વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં 2 અને કેશોદમાં બે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગના સતાવાર આંકડા મુજબ આજે જિલ્લામાં જૂનાગઢ શહેરમાં 36, જૂનાગઢ ગ્રામ્યમાં બે અને કેશોદમાં બે નવા પોઝિટિવ કેસ જાહેર થયા છે. હાલમાં જૂનાગઢ જિલ્લામાં 54 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં કુલ 14 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ સિટીના 10, માળીયા હાટીના 2, માંગરોળના એક અને વિસાવદરના એક દર્દીનો સમાવેશ થાય છે. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 9983 લોકોને વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.