ધારીના કાથરોટા ગામે મગફળીના ઓપનરમાં સાડી આવી જતા મહિલાનું મોત

જૂનાગઢ : ધારી તાલુકાના કાથરોટા ગામે ભાગિયું ખેતમજૂરી કરતા મૂળ દાહોદના ખેત શ્રમિક શાંતાબેન બદજીભાઇ બામણીયા ઉ.55 મગફળીના ઓપનરમાં કામ કરતા હતા ત્યારે સાડીનો છેડો ઓપનેરના પંખામા આવી જતા શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના પુત્ર કલ્પેશભાઇ બદજીભાઇ બામણીયાએ પોલીસ સમક્ષ બનાવ જાહેર કરતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.