તું અમને ગમતી નથી… છૂટાછેડા આપી દે કહી જૂનાગઢની પરિણીતાને ત્રાસ

જૂનાગઢ જોષીપરામાં રહેતા પરણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ,સાસુ,સસરા અને જેઠ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતા પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા તું અમને ગમતી નથી… છૂટાછેડા આપી દે કહી ત્રાસ આપતા પરિણીતાએ જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જુનાગઢ જોષીપુરા કન્યા છાત્રાલયની બાજુમા અભીષેક એપાર્ટમેન્ટમાં રહેતા ભાવનાબેન નરેન્દ્રભાઇ સોલંકી નામના પરિણીતાને છેલ્લા ત્રણેક માસથી આદિત્ય નગર શાકમાર્કેટ પાસે ક્રીષ્ના પાર્ક સોસાયટી પાસે રહેતા પતિ નરેન્દ્રભાઇ ભુપતભાઇ સોલંકી, સાસુ લક્ષ્મીબેન,સસરા ભુપતભાઇ અને જેઠ ધીરેન્દ્રભાઇ ભુપતભાઇ સોલંકી દ્વારા તુ અમને ગમતી નથી કહી છુટ્ટાછેડા આપી દેવા બાબતે મેણા ટોણા બોલી,બોલાચાલી કરી,ભુંડી ગાળો કાઢી મારકુટ કરી શારીરિક માનસીક દુખત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરતા ભાવનાબેને જૂનાગઢ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ડોમેસ્ટિક વાયોલન્સના આ કેસમાં મહિલા પોલીસ મથકમાં ભાવનાબેનની ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ પીએસઆઇ ટી.એમ.મહેતા ચલાવી રહ્યા છે.