જૂનાગઢના દોલતપરામાંથી સગીરાનું અપહરણ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં દોલતપરા વિસ્તારમાં આવેલ નુતન નગરમાંથી ધોરાજીનો શખ્સ સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા સગીરાના માતાએ જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં દોલતપરા વિસ્તારમાં આવેલ નુતનનગરમાંથી ધોરાજીનો દિવ્યેશ ઉર્ફે જીમી વીજયભાઇ વાગડીયા નામનો શખ્સ સત્તર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા સગીરાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરાના અપહરણ મામલે પોલીસે દિવ્યેશ ઉર્ફે જીમી વીજયભાઇ વાગડીયા વિરુદ્ધ આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને આ કેસની વધુ તપાસ એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર ચલાવી રહ્યા છે.