માળીયા હાટીનામાં પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો

જૂનાગઢ : જૂનાગઢના માળીયા હાટીના ગામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના ખાતે ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નેમીષ જોશીએ અગાઉ મેહુલ વિક્રમભાઇ ત્રોટા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આરોપી દર્શન જગદીશભાઇ, વિશાલ વિક્રમભાઇ ત્રોટા અને અરમાન ઇશાભાઇ કોરડીયાએ એકસંપ કરી પાઇપ અને પાવડાના હાથ વડે નેમિષ ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા પંકજકુમાર પ્રભાશંકર જોષીએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪, જી.પી.એકટ ક. ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.