જૂનાગઢમા વીજતંત્રને 440 વોલ્ટનો ઝટકો આપતા ખેડૂતો

ચોકી સોરઠ પંથકમાં મંજૂરી વગર 66 kv લાઇનના વીજપોલ ઉભા કરાતા ખેડૂતોનો હોબાળો

જુનાગઢ : જૂનાગઢ ચોકી સોરઠ પંથકમાં પીજીવીસીએલ દ્વારા ખેડૂતોના ખેતરમાં મંજૂરી વગર 66kv લાઇનના પોલ ઉભા કરાતા કિશાન ક્રાંતિ ટ્રસ્ટની આગેવાની હેઠળ સ્થાનિક ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે શનિવારે ચોકી સોરઠ ખાતે પીજીવીસીએલ દ્વારા 66 કેવી લાઇન મંજૂરી વગર ફીટ કરવાનું શરૂ કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ લાઈન નાખી દેતા ખેડૂતોએ કામગીરી અટકાવી હતી.

વધુમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટના આગેવાના વડપણ હેઠળ ખેડૂતો દ્વારા વીજપોલ નાખવાની કામગીરી અટકાવી દીધી હતી. ચોકીથી ભેસાણ સુધી પીજીવીસીએલ દ્વારા 55 પોલ ખડકી દેવાતા હાલ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

જો કે, ચોકીથી ભેસાણ સુધી આ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ મંજૂરી લીધા વગર જ પીજીવીસીએલ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ખડકી દેતાં ખેડૂતોએ હાલ કામગીરી અટકાવી દઈ હોબાળો મચાવતા આવનાર દિવસમાં વીજ લાઇન નાખવાનું કોકડું વધુ ગૂંચવાઈ તેવા સંકેતો મળી રહ્યા છે.