જૂનાગઢમાં આંકડા મીંડી રમતા બે ઝડપાયા, એક ફરાર

સુખનાથ ચોક અને દોલતપરામાં એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે વરલી મટકાના જુગાર ઉપર અલગ અલગ બે દરોડાની કાર્યવાહી કરી બે ઈસમોને ઝડપી લીધા હતા જયારે એક ઈસમને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

વરલી મટકાના જુગારની પ્રથમ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે દોલતપરા જી.આઇ.ડી.સી રોડ ઉપર જાહેરમાં આંકડા લખી જુગાર રમાડતા રમેશ ગીગાભાઇ ગુજરાતીને રોકડા રૂપિયા 10,100 અને વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.

જયારે બીજા દરોડામાં સુખનાથ ચોકમાં ઇકબાલ હારૂનભાઇ કાદરીને રોકડા રૂ.320 અને મોબાઈલ ફોન મળી 1320ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને આંકડાની કપાત લેનાર સોહિલ ઉર્ફે ગભરૂ અયુબભાઇ શેખને ફરાર દર્શાવી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.