જૂનાગઢમાં ધમધમતી ઘોડી પાસા ક્લબ ઝડપાઇ : પૂર્વ નગર સેવક પણ દાવ માંડતા જબ્બે

ક્રાઈમ બ્રાન્ચે મછીપીઠ વિસ્તારમાં દરોડો પાડી રોકડા રૂપિયા 1,87,970 સહિત 2,56,470ના મુદ્દામાલ સાથે 16 દબોચ્યા

જૂનાગઢ : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઢાલ રોડ ઉપર મચ્છીપીઠમાં બિલ્ડિંગની અગાસી ઉપર ધમધમતી ઘોડીપાસાની ક્લ્બ ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા પૂર્વ નગરસેવક સહીત 16 જુગારીઓને રોકડા રૂપિયા 1,87,970 સહિત 2,56,470ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહીબીશના જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.આઇ. ભાટી,પીએસઆઇ ડી.જી.બડવા તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. શબીરખાન બેલીમને મળેલી સંયુક્તમાં બાતમી મળી હતી કે, આધારે ઢાલ રોડ મચ્છી પીઠમાં ગધેવાનની ગલીમાં આવેલ કરીમ ચંગુ નામના બિલ્ડિંગમાં અબ્દુલરહેમાન ઉર્ફે રહીમ જૂણેજા બિલ્ડીંગ ભાડે રાખી આ બિલ્ડીંગની અગાસીમાં બહારથી માણસો બોલાવી ઘોડીના પાસા વડે પૈસાની હારજીત કરી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

આ બાતમીને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે રેઇડ કરતા ઘોડીપાસા વડે જુગાર રમતા અબ્દુલરહેમાન ઉર્ફે રહીમ ઉર્ફે આર.કે. અલબૂમ જૂણેજા, શેબાઝ કરીમભાઇ શેખ, હસન ઉમરભાઇ સાટી, વિજય ઉર્ફે ભૂરો પરસોતમભાઇ ચૂડાસમાં, દિપક ઉર્ફે ભોળો પોલાભાઇ ચૂડાસમાં, મજીદ કયૂમભાઇ જૂણેજા, સાજીદ ઉર્ફે ચોટી ગોકળભાઇ શેખ, અલ્તાફ યૂસુફભાઇ કુરેશી, અલ્તાફ અલ્લારખા બ્લોચ, ઇમરાન ઉર્ફે રણજીત નુરમહમદ ઉર્ફે મુન્નો મકરાણી, મહમદઅમીન કયૂમભાઇ જૂણેજા, જાકીર આમદભાઇ પંજા, એઝાજ આમદભાઇ સૈતા, પૂર્વ નગરસેવક ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર અવરજાક કુરેશી, જગદીશ તનસુખભાઇ રાજા અને નુરમહમદ ઉર્ફે મુન્ની અબલાભાઇ મકરાણી નામના જુગારીઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ.૧,૮૭,૯૭૦,મોબાઈલ ફોન-૧૪ કિ.રૂ.પ૮,૦૦૦ તથા ઘોડીપાસા નંગ-૫૦ કિ.રૂ.૦૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૫૬,૪૩૦ના મુદામાલ સાથે મળી આવતાં તમામ 16 ઈસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે.